ટી-20 વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા જ ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, ડેવિડ વોર્નરે નિવૃતિ લીધી
- Published By : Jago News
- Updated on : 2024-06-25 17:43:48
કેનબેરા: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના લેફ્ટ હેન્ડેડ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ઓસ્ટ્રેલિયાના T20 વર્લ્ડ કપ 2024ના અંત સાથે વોર્નરે
નિવૃત્તિની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા સોમવારે ભારત સામે 24 રને હારી ગયું હતું, ત્યાર બાદ મંગળવારે
અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડ કપ 2024માંથી બાકાત રાખવામાં આવ્યું
હતું.
T20 વર્લ્ડ
કપ 2024માંથી બહાર ફેંકાયા બાદ તરત જ ઘોષણા કરી
અફઘાનિસ્તાનની જીત અને T20
વર્લ્ડ કપ 2024માંથી બહાર થયા બાદ તરત જ આ ખતરનાક ઓસ્ટ્રેલિયન બેટ્સમેને નિવૃત્તિની જાહેરાત
કરી દીધી છે. વોર્નર ડેવિડે તેની 15 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આણ્યો છે. ODI વર્લ્ડ કપ 2023માં તેણે તેની છેલ્લી ODI મેચ રમી હતી. આ પછી, તેણે જાન્યુઆરી 2024 માં પાકિસ્તાન સામે તેની
છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. હવે તેણે ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત સામે તેની ટી20 કારકિર્દીની છેલ્લી મેચ પણ રમી
છે.
ડેવિડ વોર્નરની શાનદાર કારકિર્દી
ડેવિડ વોર્નરે 2009માં ઓસ્ટ્રેલિયા તરફથી ટી20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 11
જાન્યુઆરી 2009ના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દક્ષિણ આફ્રિકા સામે તેની પ્રથમ T20 મેચ રમી હતી. આ પછી વોર્નરે 18 જાન્યુઆરીના રોજ દક્ષિણ
આફ્રિકા સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. ડેવિડ વોર્નરે 2011માં ન્યૂઝીલેન્ડ સામે બ્રિસ્બેનમાં ડેબ્યૂ કર્યું હતું.