logo

header-ad

બેરિલ વાવાઝોડાએ ટીમ ઈન્ડિયાનું દેશગમન અટકાવ્યું, બીસીસીઆઈ ચાર્ટર્ડ ફ્લાઈટથી ખેલાડીઓને લાવશે

  • Published By : Jago News
  • Updated on : 2024-07-02 11:24:41

નવી દિલ્લી: ટીમ ઈન્ડિયા વાવાઝોડું બેરીલના કારણે ​​​​​​​બાર્બાડોસમાં ફસાઈ ગઈ છે. ટી-20 વર્લ્ડ કપ 2024માં રોમાંચક જીતના બીજા દિવસે ટીમ ઈન્ડિયા પરત આવવાની હતી, પરંતુ વાવાઝોડાના કારણે ટીમ ઈન્ડિયા ભારત માટે રવાના થઈ શકી ન હતી. મંગળવારે સવારે એક રિપોર્ટ અનુસાર, ટીમ ઈન્ડિયાને BCCI ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા પરત લાવશે. જો કે, BCCI તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. રિપોર્ટ અનુસાર, ટીમ ઈન્ડિયા ભારતીય સમય અનુસાર મંગળવારે સાંજે બાર્બાડોસથી રવાના થશે અને બીજા દિવસે એટલે કે બુધવારે સાંજે દિલ્હી પહોંચશે.

1લી જુલાઈએ જ પરત આવવાના હતા
ભારતીય ટીમ સોમવારે ભારત પહોંચવા માટે ન્યૂયોર્ક જવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે ટીમનું શિડ્યુલ ખોરવાઈ ગયું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એટલાન્ટિકમાં આવી રહેલા બેરીલ વાવાઝોડાને કારણે 210 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કેટેગરી 4નું આ વાવાઝોડું બાર્બાડોસથી અંદાજે 570 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું અને તેના કારણે એરપોર્ટ પરની કામગીરી બંધ કરી દેવામાં આવી છે.

ટીમ ઈન્ડિયા 29 જૂને વર્લ્ડ ચેમ્પિયન બની હતી
ટીમે 29 જૂને T-20 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષ બાદ ICC ટ્રોફીનો દુષ્કાળ ખતમ કર્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું.

 

Related News