logo

header-ad

પાણી માટે યુદ્ધની તૈયારીમાં ચીન:અરુણાચલથી 30KM દૂર સૌથી મોટો બંધ બનાવી રહ્યો છે ડ્રેગન, ભારત-બાંગ્લાદેશમાં આર્ટિફિશિયલ ફ્લડનું જોખમ

  • Published By : Jago News
  • Updated on : 2023-01-24 19:21:24

બ્રહ્મપુત્રા નદીના પ્રવાહને મનમાની રીતે ટર્ન આપવાનું કામ 11 વર્ષથી ચાલી રહ્યું છે, પરંતુ આ વખતે ચીને મોટી ચાલ ચાલી છે. અરુણાચલમાં LACથી માત્ર 30KM દૂર સૌથી મોટો બંધ બનાવી રહ્યું છે. આ ચીનના હાલના સૌથી મોટા થ્રી-જોર્જ ડેમથી પણ થોડો મોટો બંધ હશે. આ 181 મીટર ઊંચો અને અઢી કિમી પહોળો હશે. લંબાઇની જાણકારી હજુ સ્પષ્ટ કરી નથી. 60,000 મેગાવોટ વીજળી પેદા કરવાની ક્ષમતાનો આ ડેમ મેડોગ બોર્ડરની પાસે બનશે. અહીંથી બ્રહ્મપુત્રા ભારતમાં પ્રવેશ કરે છે.

ચીનની ચાલને જોઇને કેન્દ્ર સરકારે બ્રહ્મપુત્રા પર પ્રસ્તાવિત 3 પરિયોજનાઓને ઝડપથી પૂરી કરવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. આ પરિયોજના અંતર્ગત 4 મોટા બંધ બનશે. એક પ્રોજેક્ટને હજી કેન્દ્ર સરકારના અલગ-અલગ મંત્રાલયોથી મંજૂરી મળવાની બાકી છે.

સૂત્રોના અનુસાર, થોડા દિવસોમાં પર્યાવરણ સંબંધી બધી જરૂરી મંજૂરી પણ મળી જશે. કારણ કે ચીન પાણી માટે યુદ્ધના યુદ્ધથી નુકસાન પહોંચાડી શકે છે. આ પરિયોજનાનો 3 સાલમાં પૂરું કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. જે બે પરિયોજના પર કામ ચાલી રહ્યું છે, સુરક્ષાનાં કારણોને લીધે તેનો સ્ટેટસ રિપોર્ટ સાર્વજનિક નથી કરી શકાતો.

ચીનમાં બ્રહ્મપુત્રા નદી પર 11 વર્ષમાં 11 મોટા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ બની ચૂક્યા છે
ચીને બ્રહ્મપુત્રા નદી પર સૌથી મોટા પ્રોજેક્ટ જાંગમૂમાં બનાવ્યો છે. તિબેટનાં 8 શહેરોમાં પણ ચીન ઝડપથી બંધ બનાવી રહ્યું છે. કેટલાક બની ચૂક્યા છે. આ શહેરો છે- બાયૂ, જિશિ, લાંગ્ટા, દાપ્કા, નાંગ, ડેમો, નામ્ચા અને મેતોક.

મેડોગ પ્રોજેક્ટથી ભારતમાં મોટા ખતરાની આશંકા એટલા માટે...
દુનિયાની સૌથી ઊંચી નદી બ્રહ્મપુત્રા પૂર્વોત્તર ભારતના રસ્તે બાંગ્લાદેશ થતી સમુદ્રને મળે છે. આ દરમિયાન તે 8,858 ફૂટ ઊંડી ઘાટી બનાવે છે, જે અમેરિકાની ગ્રૈન્ડ કેનયોનથી બે ગણી ઊંડી છે. ભારત-બાંગ્લાદેશની ચિંતા એ છે કે ચીન કોઇ પણ સમયે ડેમના દરવાજા ખોલીને આર્ટિફિશિયલ ફ્લડ લાવી શકે છે.

1. બ્રહ્મપુત્રાની સહાયક નદી સુબનસિરી પર ગ્રેવિટી બંધ
સુબનસિરી જળવિદ્યુત પરિયોજના આસામ અને અરુણાચલની બોર્ડર પર સુબનસિરી નદી પર નિર્માણાધીન ગ્રેવિટી બંધ છે. સુબનસિરી નદી તિબેટ પઠારથી નીકળે છે અને અરુણાચલમાં મિરી પહાડોની વચ્ચેથી ભારતમાં પ્રવેશ કરે છે. સુબનસિરી જળવિદ્યુત પરિયોજનાની બે એકમો લગભગ તૈયાર થઇ ચૂક્યા છે.

પરિયોજનામાં કામ કરી રહેલા એક વરિષ્ઠ અધિકારીએ બતાવ્યું કે અહીં આ વર્ષેના મધ્ય સુધીમાં 2000 મેગાવોટ વીજળી રોજ પેદા થશે. આ બંધમાં 1365 મિલિયન ઘન મીટર જળ ભંડારની ક્ષમતા હશે.

બંધ 160 મીટર ઊંચો બનાવવામાં આવી રહ્યો છે. આ પૂર રોકવામાં કારગર હશે. હકીકતમાં ગ્રેવિટી બંધનું નિર્માણ ક્રોંકીટ કે સિમેન્ટથી કરવામાં આવે છે. જરૂરત પડવા પર બહુ ઓછા સમયમાં આને ખાલી પણ કરી શકાય છે. આનાથી સિંચાઇ પણ સંભવ છે.

2. કામેંગમાં 80 કિમી ક્ષેત્રમાં 2 બંધ બનશે
આ અરુણાચલ પ્રદેશ જળવિદ્યુત પરિયોજનાને આધીન છે. તેમાં 11 હજાર મેગાવોટ વિદ્યુત તૈયાર કરી શકાશે. કુલ 8200 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ પશ્ચિમ કામેંગ જિલ્લામાં 80 કિમીના ક્ષેત્રમાં બની રહી છે. વીજળી પેદા કરવા માટે 150 મેગાવોટના ચાર યુનિટવાળા બે બંધ બનાવવામાં આવી રહ્યા છે.

3. દિબાંગને મંત્રાલયોની મંજૂરીની રાહ
વિશેષજ્ઞની કમિટીએ હાલમાં જ 2880 મોગાવોટની પરિયોજનાની ફાઇનલ ફિઝિબિલિટી રિપોર્ટ જળ સંસાધન મંત્રાલયને સોંપી દીધી છે. તેને જલદી મંજૂરી મળી શકે છે. આ પરિયોજના અરુણાચલ પ્રદેશ અને આસામમાં પૂર નિયંત્રણમાં સહાયક થશે. આના બન્યા પછી પૂરની સૂટના 24 કલાક પહેલાં પ્રાપ્ત કરી શકાશે.

 

Related News