logo

header-ad

ઓસ્ટ્રેલિયામાં માસ્ક ન પહેરે કે આઈડી ન રાખે તેવા બાળકોને 2.4 લાખ રૂપિયા સુધીનો દંડ

  • Published By : Jago News
  • Updated on : 2022-08-08 18:55:42

ઓસ્ટ્રેલિયાએ થોડાક મહિન પહેલા જ દુનિયા માટે પોતાના દરવાજા ખોલ્યા છે. પરંતુ તે પહેલા ત્યાંની સરકારે કોરોના મહામારીના કારણે લગભગ 2 વર્ષ કડક પ્રતિબંધો લાગુ કર્યા. કડકાઈનો અંદાજો એનાથી લગાવી શકાય છે કે બાળકો પણ બાકાત નથી રખાયા. ન્યૂ સાઉથ વેલ્સ પ્રાંતમાં કોરોના નિયમ તોડનાર લગભગ 3000 બાળકો પર ભારે દંડ ઠોકવામાં આવ્યો. હાલમાં આવેલા એક અહેવાલ મુજબ, આ દંડ નિયત માપદંડોવાળા કે ફિટ માસ્ક ન પહેરવા, આઇસોલેશનનું સંપૂર્ણપણે પાલન ન કરવું, ઘરની અંદર કે બહાર એકત્ર થવું, વેક્સિન ન લેવી, યાત્રા પરમિટ શરતો ન માનવી જેવા મામલામાં ફટકારવામાં આવ્યા છે. દંડ લગભગ 80 હજાર રૂપિયાથી 2.4 લાખ રૂપિયા સુધી ફટકારાયો. જાણકારોએ આ પ્રકાર દંડ કરવો આંતરરાષ્ટ્રીફ નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

સેવા આપે દંડ ઘટી શકે, નિષ્ણાતોએ ક્રૂરતા ગણાવી
​​​​​​​રાજ્યના મહેસૂલ વિભાગે એ વાતની પુષ્ટિ કરી છે કે આ દંડની ભરવા માટે વર્ક એન્ડ ડેવલપમેન્ટ ઓર્ડર્સપણ જાહેર કરવામાં આવ્યા છે. ડબલ્યૂડીઓ એક વ્યવસ્થા છે જેમાં 18 વર્ષની ઓછી ઉંમરના બાળકોે સાર્વજનિક કામ, કાઉન્સલિંગ કોર્સ કે સારવાર વગેરેમાં મદદ કરી દંડ ઓછો કરાવી શકે છે. યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સમાં કાયદાની સિનિયર લેક્ચરર ડૉ. નેઓમ પેલેગ મુજબ, 10 વર્ષ સુધીના નાના બાળકો પર દંડની ભલામણ જ ક્રૂરતાપૂર્ણ છે. સંયુક્ત રાષ્ટ્રની કન્વેંશન ઓન ધ રાઇટ્સ ઓફ ચાઇલ્ડહેઠળ નિયત બાળકોના અધિકારોનું ઉલ્લંઘન છે.

 

Related News