logo

header-ad

મહારાષ્ટ્રને ત્રણ ટુકડામાં વહેંચવાનુ BJPનું ષડયંત્ર : શિવસેનાના 'સામના' માં આરોપ

  • Published By : Jago News
  • Updated on : 2022-06-28 12:02:35

મુંબઈ: શિવસેના પર કબ્જાને લઈને ઉદ્ધવ ઠાકરે અને બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેની વચ્ચે સતત તણાવ ચાલું છે. આ મામલો હવે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. આ દરમિયાન શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં બીજેપી પર ફરી એક વખત પ્રહાર કર્યો છે. શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે, બીજેપીએ મહારાષ્ટ્રને 3 ટુકડામાં વહેંચવાનું ષડયંત્ર રચ્યું છે. આની સાથે જ એ પણ લખ્યું છે કે, આ બગાવત પાછળ પણ બીજેપીનો જ હાથ છે. તમને જણાવી દઈએ કે, શિંદે હાલમાં લગભગ 40 ધારાસભ્યો સાથે ગુવાહાટીમાં છે. તેમણે જણાવ્યું કે, તેમના ગુટે ઉદ્ધવ ઠાકરે સરકારે પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. 

સામના મુખપત્રમાં લખ્યું છે કે, બીજેપીનું કહેવું છે કે, શિવસેનામાં વિદ્રોહ સાથે તેમને કોઈ લેવા દાવા નથી. બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે, 2 દિવસની અંદર ભાજપની સરકાર આવી જશે. આ વાતમા સત્ય શું છે? બળવાખોરોનું કહેવું છે કે, અમે મહારાષ્ટ્ર અને હિન્દત્વના હિત માટે ભાજપ સાથે જઈ રહ્યા છે પરંતુ મહાનુભવો મહારાષ્ટ્ર પર ફૂટવા અને તૂટવાનો સંકટ ભાજપના કારણે આવ્યો છે તેના પર ગુવાહાટીમાં તમારા પક્ષપલટો કરનાર પ્રવક્તા હજુ સુધી મોં નથી ખોલી રહ્યા.

મહારાષ્ટ્રને તોડવાનો પ્રયત્ન 

સામનામાં આગળ લખ્યું છે કે, દિલ્હીમાં બેઠેલા ભાજપના નેતાઓએ મહારાષ્ટ્રને 3 ટૂકટામાં વહેંચવાનું ષડયંત્ર રચ્યું છે. મહારાષ્ટ્રના સીધા 3 ટૂકડા કરવા, મુંબઈને અલગ કરવું અને છત્રપતિ શિવાજીના આ અખંડ મહારાષ્ટ્રને તબાહ કરવાનો દાવ છે. 

શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે, EDનું દબાણ કરીને અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આગળ લખ્યું છે કે, મહારાષ્ટ્ર સરકારને પાડવાનું કામ નિશ્ચિત રીતે કોણ કરી રહ્યું છે. આ ષડયંત્રનો ખુલાસો થઈ ગયા બાદ પણ બળવાખોરો તેમના નામનો જય જયકારહ કરી રહ્યા છે. તેના પર શિવસેના અને સરકારના પક્ષમાં જે કોઈ પણ ઊભા છે તેમને EDના ઝાંસામાં ફસાવીને અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના રાજકીય પટલ પર આ ખેલ ક્યાં સુધી ચાલશે.

 

Related News