logo

header-ad

ભાજપના MLAનો ટીમલી ડાન્સ:વડોદરાના વાઘોડિયામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં મધુ શ્રીવાસ્તવ હાથમાં તીર કામઠું લઈને નાચ્યા

  • Published By : Jago News
  • Updated on : 2022-08-09 17:51:13

રાજ્યભરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ, જેમાં વડોદરા જિલ્લાના વાઘોડિયામાં પણ ઉજવણી કરવામાં આવી હતી. વાઘોડિયામાં નીકળેલી રેલીમાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ટીમલી સોંગ પર ડાન્સ કર્યો હતો. હાથમાં તીર કામઠા સાથે મધુ શ્રીવાસ્તવ મન મૂકીને નાચ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

મધુ શ્રીવાસ્તવે આદિવાસી ડાન્સ કર્યો
વડોદરા જિલ્લાના વાઘોડિયામાં વિશ્વ આદિવાસી દિવસની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો વિવિધ વેષ ભૂષામાં રેલીમાં જોડાયા હતા. રેલીમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ જોડાયા હતા. મધુ શ્રીવાસ્તવે હાથમાં તીર કામઠું પકડીને આદિવાસી ડાન્સ કર્યો હતો.. મધુ શ્રીવાસ્તવની નાચતા જોઈને ઉપસ્થિત સૌ કોઇ જોતા જ રહી ગયા હતા. તીર કામઠું હાથમાં પકડીને મધુ શ્રીવાસ્તવ મન મૂકીને નાચતા જોવા મળ્યા હતા.

મધુ શ્રીવાસ્તવ સતત વિવાદોમાં રહે છે
ઉલ્લેખનિય છે કે, ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાના નિવેદનોને લઈને સતત વિવાદોમાં રહે છે. તેઓ અધિકારીઓ સામે બેફામ નિવેદનો પણ આપી ચૂક્યા છે, ત્યારે મધુ શ્રીવાસ્તવ આજે અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા.

 

Related News