logo

header-ad

7માં દિવસે Leoના મેકર્સ માટે માઠા સમાચાર, વિજયની ફિલ્મની અચાનક ઘટી કમાણી, જાણો કલેક્શન

  • Published By : Jago News
  • Updated on : 2023-10-25 19:32:41

ફિલ્મ લિયો સાથે જ લોકેશ કનકરાજના યુનિવર્સનું સત્તાવાર એલાન થઈ ગયુ છે. થલાપતિ વિજયની ફિલ્મને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે જોકે ક્રિટિક્સથી તેને મિક્સ રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે અને 6 દિવસમાં કમાણી લગભગ 250 કરોડ થઈ ગઈ છે. જોકે 7 માં દિવસે ફિલ્મની કમાણી ધડામ થઈ ગઈ છે, જે મેકર્સ માટે ચિંતાજનક હોઈ શકે છે. 

જાણો ફિલ્મ લિયોનું બોક્સ ઓફિસ કલેક્શન

લિયોએ પહેલા દિવસે લગભગ 65 કરોડ રૂપિયાની બમ્પર ઓપનિંગ કરી હતી. જોકે બીજા જ દિવસથી ફિલ્મનું કલેક્શન લગભગ અડધુ થઈ ગયુ. લિયોએ 6 દિવસમાં કુલ 249.55 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધુ છે. 7 માં દિવસની અર્લી રિપોર્ટ પણ સામે આવી ગઈ છે. ફિલ્મ 7 મા દિવસે 13 કરોડ રૂપિયા કમાઈ શકે છે એટલે કે 7 દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન લગભગ 262.55 કરોડ રૂપિયા થઈ ગયુ છે. 

પહેલા દિવસે 64.8 કરોડ રૂપિયા

બીજા દિવસે 35.25 કરોડ રૂપિયા

ત્રીજા દિવસે 39.8 કરોડ રૂપિયા

ચોથા દિવસે 41.55 કરોડ રૂપિયા

પાંચમા દિવસે 35.7 કરોડ રૂપિયા

છઠ્ઠા દિવસે 32.45 કરોડ

સાતમા દિવસે 13 કરોડ રૂપિયા (અર્લી એસ્ટીમેટ)

એચડીમાં લીક થઈ ચૂકી છે લિયો

ઉલ્લેખનીય છે કે ફિલ્મનું કલેક્શન 300 કરોડની નજીક પહોંચી ગયુ છે અને આશા છે કે ફિલ્મ 500 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે. રિલીઝના દિવસે જ ફિલ્મ લીક થઈ ગઈ હતી. લિયો સારી ક્વોલિટીમાં લીક થઈ ગઈ છે. શક્ય છે કે તેની અસર ફિલ્મના કલેક્શન પર પણ પડી હોય. ફિલ્મ વર્લ્ડવાઈડ પણ સારી કમાણી કરી રહી છે.




Related News