ગુજરાત ચૂંટણીના સર્વેમાં ભાજપ માટે ખરાબ સમાચાર, જુઓ કઈ જ્ઞાતિ કોની સાથે
- Published By : Jago News
- Updated on : 2022-11-23 18:52:44
ગુજરાત ચૂંટણી પહેલા C-Voter એ એબીપી ન્યૂઝ માટેના
સર્વેમાં જાણવાનો પ્રયાસ કર્યો છે કે આ ચૂંટણીમાં ભાજપને કેટલું નુકસાન થવાનું છે.
કેટલાક આંકડાઓ જણાવવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દરેક
પાર્ટી જોરદાર પ્રચાર પ્રસારમા લાગી ગઈ છે. ડીસેમ્બર મહીનામાં મતદાન થવાનું છે
ત્યારે મતદાનના થોડા સમય પહેલા જ ABP C વોટર ઓપિનિયન પોલના આંકડા સામે
આવતા સત્તાધારી પક્ષ ભાજપને મોટો ઝટકો લાગી શકે છે. સર્વેના અહેવાલથી ભાજપની ઊંઘ
ઉડી શકે છે.
ભાજપ માટે આ વખતે ગુજરાત જીતવુ આસાન નથી:ઓપિનિયન પોલ
.
ગુજરાતમાં
ભાજપે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કર્યુ છે જ્યારે આમ આદમી
પાર્ટીએ ઈશુદાન ગઢવીને સીએમ નામ માટે જાહેર કર્યુ છે. એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં ઘણા પ્રકારના પ્રશ્નો
પૂછવામાં આવ્યા હતા. જેમાં સિનિયર નેતાઓની ટીકીટ કાપવાથી લઈને કઈ જ્ઞાતિના મત કઈ
પાર્ટીને મળશે ?
આવા
પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મામલે ભાજપ મુશ્કેલીમાં જોવા મળી રહી છે.
જો કે, એતો પરિણામ વખતે જ ખબર
પડશે કે ગુજરાતની સત્તા પર કોણ રાજ કરશે ? પરંતુ તે પહેલા ચાલો
જાણીએ ઓપિનિયન પોલના આંકડા.
સિનિયર નેતાઓની ટીકીટ કાપવા બાબતે
ઓપિનિયન પોલમાં પૂછવામાં આવ્યું હતું કે સિનિયર નેતાઓની
ટિકિટ કાપવાથી ભાજપને ફાયદો થશે કે નુકસાન? આ પ્રશ્ન પર ચોંકાવનારા જવાબો
મળ્યા છે. સર્વેમાં 42 ટકા
લોકોએ કહ્યું કે સિનિયર નેતાઓની ટિકિટ કાપવાથી ભાજપને ફાયદો થશે. 48 ટકા લોકો માને છે કે તેનાથી ભાજપને
નુકસાન થશે. અને 10 ટકા
લોકો એવું માને છે કે સિનિયર નેતાઓની ટિકિટ કાપવાથી ભાજપને ચૂંટણીમાં કોઈ અસર નહીં
થાય.
સિનિયર નેતાઓને ટીકીટ કાપવાથી ભાજપને ફાયદો થશે કે નુકસાન?
સી મતદાર
- ફાયદો - 42%
- નુકશાન- 48%
- કોઈ અસર નહીં - 10%
કઇ જ્ઞાતિના મત કયા પક્ષને મળશે ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ
અહીંની ભાજપ અને કોંગ્રેસની ઊંઘ હરામ કરી રહી છે. સર્વેમાં દાવો કરવામાં આવી રહ્યો
છે કે આમ આદમી પાર્ટી બંને પક્ષોના મતદારોને તોડી રહી છે. AAPને ગુજરાતમાંથી વિવિધ જ્ઞાતિઓ તરફથી
સમર્થન મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચાલો જાણીએ ચૂંટણીમાં કયો સમુદાય કે
જાતિ કઈ પાર્ટીને પોતાની પસંદગી કરશે.
સવર્ણ વર્ગની જાતિઓ કોની સાથે ?
ભાજપ 55 ટકા, કોંગ્રેસ
23 ટકા
અને AAP 17 ટકા
સાથે સવર્ણ વર્ગના મતદારો જોવા મળે છે
દલિત મતદારો કોની સાથે?
એબીપી માટેના સી-વોટરના સર્વેમાં બહાર આવ્યું છે કે
ગુજરાતની ચૂંટણીમાં 37 ટકા
દલિત મતદારો ભાજપ સાથે છે, કોંગ્રેસને
34 ટકા
દલિત મતદારો અને આમ આદમી પાર્ટીને 24 ટકા દલિત મતો મળી શકે છે.
મુસ્લિમ મતદારો કોની સાથે?
આ સર્વે અનુસાર ભાજપને 21 ટકા મુસ્લિમોનું સમર્થન મળી શકે છે, 39 ટકા મુસ્લિમો કોંગ્રેસ પર વિશ્વાસ
કરી શકે છે અને આમ આદમી પાર્ટીને 37 ટકા મુસ્લિમ મતદારો સમર્થન કરી શકે
છે.
ઓબીસી મતદારો કોની સાથે?
ગુજરાતની ચૂંટણીમાં OBC જાતિઓનો મોટો ટેકો ભાજપને જતો જોવા
મળી રહ્યો છે. અહીં સર્વેમાં 53 ટકા ઓબીસીએ ભાજપ, 24 ટકા કોંગ્રેસ અને 17 ટકા ઓબીસી જાતિઓ આમ આદમી પાર્ટીને
પસંદ કરે છે.
આદિવાસી મતદારો કોની સાથે?
ગુજરાતમાં 40 થી 45 બેઠકો પર પ્રભાવ ધરાવતા આદિવાસી
મતદારો પણ ભાજપમાં વિશ્વાસ મૂકી શકે છે. સી-વોટર સર્વેમાં 39 ટકા આદિવાસીઓએ ભાજપમાં વિશ્વાસ
વ્યક્ત કર્યો હતો જ્યારે કોંગ્રેસને 33 ટકા આદિવાસીઓનું સમર્થન મળી શકે છે
અને આમ આદમી પાર્ટીને 22 ટકા
આદિવાસીઓના વોટ મળતા જોવા મળે છે.
મહિલા મતદારો કોની સાથે?
આ સાથે મહિલા મતદારો કોઈપણ ચૂંટણીમાં નિર્ણાયક અને
મહત્વપૂર્ણ સાબિત થાય છે. 43 ટકા
મહિલા મતદારો ભાજપને મત આપી શકે છે, કોંગ્રેસને 32 ટકા મહિલાઓનું સમર્થન મળી શકે છે
જ્યારે 19 ટકા
મહિલાઓ આમ આદમી પાર્ટીને મત આપી શકે છે.
25 વર્ષ સુધીના મતદારો કોની સાથે છે?
રાજ્યના 25 વર્ષ સુધીના 43 ટકા મતદારો ભાજપમાં જઈ શકે છે, 35 ટકા યુવાનો કોંગ્રેસ પર વિશ્વાસ કરી શકે છે, જ્યારે 17 ટકા યુવાનો આમ આદમી પાર્ટીને મત
આપી શકે છે.