logo

header-ad

અવળચંડા ચીનની વધુ એક આડોડાઈ, ભારતમાં આવેલા અરૂણાચલ પ્રદેશના 30 જગ્યાના નામ બદલી નાંખ્યા

  • Published By : Jago News
  • Updated on : 2024-04-01 19:45:41

બીજિંગ:ચીને અરુણાચલ પ્રદેશના 30 સ્થળોના નામ બદલીને તેને પોતાનો ભાગ જાહેર કર્યા છે. ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે આ માહિતી આપી છે. જો કે ક્યા સ્થળોના નામ આપવામાં આવ્યા છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. છેલ્લા 7 વર્ષમાં આ ચોથી વખત છે જ્યારે ચીને અરુણાચલમાં સ્થાનોના નામ બદલ્યા છે. ચીને એપ્રિલ 2023માં પોતાના નકશામાં અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ બદલી નાખ્યા હતા. ચીને છેલ્લા 5 વર્ષમાં ત્રીજી વખત આવું કર્યું છે. આ પહેલા ચીને 2021માં 15 અને 2017માં 6 સ્થળોના નામ બદલ્યા હતા.

ભારત હંમેશા કહે છે- અરુણાચલ અમારો હિસ્સો હતો, છે અને રહેશે
અરુણાચલમાં ચીનની દખલગીરી અને અહીંના સ્થળોના નામ બદલવા પર ભારત કહે છે કે અરુણાચલ અમારો ભાગ છે. એપ્રિલ 2023માં, વિદેશ મંત્રાલયે કહ્યું હતું- અમે અગાઉ પણ ચીનની આવી કાર્યવાહીના અહેવાલો સામે આવ્યા છે. અમે આ નવા નામોને સંપૂર્ણ રીતે નકારીએ છીએ. અરુણાચલ પ્રદેશ ભારતનો આંતરિક ભાગ હતો, છે અને રહેશે. આ રીતે નામ બદલવાથી વાસ્તવિકતા નહીં બદલાય.

નામ બદલવા પાછળ ચીનનો શું દાવો છે...
વાસ્તવમાં, ચીને ક્યારેય અરુણાચલ પ્રદેશને ભારતીય રાજ્ય તરીકે માન્યતા આપી નથી. તેઓ અરુણાચલને 'દક્ષિણ તિબેટ'ના ભાગ તરીકે વર્ણવે છે. તેનો આરોપ છે કે ભારતે તેના તિબેટ વિસ્તાર પર કબજો કરી તેને અરુણાચલ પ્રદેશમાં પરિવર્તિત કરી દીધો છે. ચીન અરુણાચલના વિસ્તારોના નામ કેમ બદલે છે તેનો અંદાજ ત્યાંના એક સંશોધકના નિવેદન પરથી લગાવી શકાય છે.

 

ચીન વારંવાર નામ બદલવાનો કરે છે નિષ્ફળ પ્રયાસ:

2015માં, ચાઈનીઝ એકેડેમી ઓફ સોશિયલ સાયન્સના સંશોધક ઝાંગ યોંગપાને ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું હતું કે, 'જે સ્થળોના નામ બદલવામાં આવ્યા છે તે ઘણા વર્ષોથી છે. ચીન દ્વારા આ સ્થળોના નામ બદલવાનું બિલકુલ વ્યાજબી છે. પ્રાચીન સમયમાં, જંગનાન (ચીનમાં અરુણાચલને અપાયેલું નામ)ના વિસ્તારોના નામ કેન્દ્ર કે સ્થાનિક સરકારો દ્વારા રાખવામાં આવતા હતા. આ ઉપરાંત તિબેટીયન, લાહોબા, મોમ્બા જેવા વિસ્તારના વંશીય સમુદાયો પણ પોતપોતાના હિસાબે સ્થાનોના નામ બદલતા રહ્યા. જ્યારે ભારતે જંગનાઈમ પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો ત્યારે ત્યાંની સરકારે ગેરકાયદેસર રીતે જગ્યાઓના નામ પણ બદલી નાખ્યા. ઝાંગે એમ પણ કહ્યું હતું કે અરુણાચલના વિસ્તારોના નામ બદલવાનો અધિકાર ફક્ત ચીનને જ હોવો જોઈએ.

 

 

Related News