logo

header-ad

92 વર્ષની ઉંમરમાં રૂપર્ટ મર્ડોક કરશે 5મા લગ્ન:લેસ્લી સ્મિથ સાથે આ વર્ષે જ કરી શકે છે લગ્ન, ત્રણ પત્નીથી મર્ડોકનાં 6 બાળક

  • Published By : Jago News
  • Updated on : 2023-03-21 20:10:39

મીડિયા ટાઇકૂન રૂપર્ટ મર્ડોક 92 વર્ષની ઉંમરમાં પાંચમી વખત લગ્ન કરવા જઈ રહ્યા છે. તેઓ 66 વર્ષીય એન લેસ્લી સ્મિથ સાથે લગ્ન કરશે. લેસ્લી સ્મિથનાં પણ આ ત્રીજા લગ્ન હશે. આ બંનેની મુલાકાત ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કેલિફોર્નિયામાં થઈ હતી. બંનેનાં લગ્ન ગરમીમાં થવાની શક્યતા છે. રૂપર્ટ મર્ડોક ગત વર્ષે જ તેમની ચોથી પત્નીથી અલગ થયા હતા.

મર્ડોકે પોતાની મીડિયા ચેનલોમાંથી એક ન્યૂયોર્ક પોસ્ટમાં જણાવ્યું હતું કે હું પ્રેમમાં પડવાથી ડરતો નથી- મને ખબર છે કે આ મારું છેલ્લું હશે. હું ખુશ છું. મર્ડોકે જણાવ્યું હતું કે તેમણે સેન્ટ પેટ્રિક્સ ડે પર સ્મિથને પ્રપોઝ કર્યા હતા. બીજી તરફ એન લેસ્લી સ્મિથે જણાવ્યું હતું કે હું 14 વર્ષથી વિધવા છું. રૂપર્ટની જેમ મારા પતિ ચેસ્ટર સ્મિથ બિઝનેસમેન હતા.

મર્ડોકનાં 4 પત્નીથી 6 બાળક
રૂપર્ટ મર્ડોક અગાઉ ચાર લગ્નો કરી ચૂક્યા છે. મર્ડોકની પ્રથમ ત્રણ પત્નીથી 6 બાળક છે. તેમણે ગત વર્ષે જ ચોથી પત્ની પાસેથી છૂટાછેડા લીધા હતા. 2016માં મર્ડોકે 85 વર્ષની ઉંમરમાં 65 વર્ષીય મોડલ જેરી હોલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન 6 વર્ષ સુધી ચાલ્યા હતા અને બંને 2022માં અલગ થઈ ગયાં હતાં.

2022માં ચોથી પત્નીને છૂટછેડા આપ્યા હતા

·         મર્ડોકે પહેલાં લગ્ન પેટ્રિસિયા બુક સાથે 1956માં કર્યા હતા. આ લગ્ન 1967 સુધી જ ચાલ્યા

·         બીજા લગ્ન 1967 અન્ના મારિયા ટોર્વે સાથે થયા અને 1999 સુધી ચાલ્યા

·         1999માં ત્રીજા લગ્ન વેન્ડી દેંગ સાથે કર્યા અને 2013માં બંને અલગ થઈ ગયાં

·         2016માં તેમણે મોડલ જેલી હોલ સાથે ચોથા લગ્ન કર્યા હતા અને 2022માં અલગ થઈ ગયાં હતાં

 

કોણ છે રૂપર્ટ મર્ડોક?
મર્ડોકનો જન્મ 1931માં ઓસ્ટ્રેલિયામાં થયો, પરંતુ વર્તમાનમાં તેઓ અમેરિકાના પણ નાગરિક છે. 1952માં વારસામાં પિતા તરફથી મળેલી કંપની ઓસ્ટ્રેલિયા ન્યૂઝ લિમિટેડના MD બન્યા. તેના પછી તેમણે 50 અને 60ના દાયકામાં મીડિયા બિઝનેસને ઝડપથી વિસ્તાર્યો. મર્ડોક અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનનાં મોટાં ન્યૂઝપેપર અને ચેનલ્સના માલિક છે.

મર્ડોક બ્રિટનમાં પ્રખ્યાત ધ ટાઇમ્સ, સંડે ટાઇમ્સ, ધ સન સહિત અનેક સમાચારપત્રોના માલિક છે. અમેરિકામાં વોલ સ્ટ્રીટ જર્નલ, ન્યૂયોર્ક પોસ્ટ, ડાઉ જોન્સ લોકલ મીડિયા ગ્રુપ, 7 ન્યૂઝ ઈન્ફોર્મેશન સર્વિસીઝ, ફોક્સ ટીવી ગ્રુપ અને સ્કાય ઇતાલિયાના માલિક છે.

મર્ડોકની Twenty-First Century Fox ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની પ્રસિદ્ધ કંપની છે. સ્પોર્ટ્સની પ્રખ્યાત ચેનલ સ્ટાર સ્પોર્ટ્સનાં તેઓ માલિક છે. પ્રખ્યાત ટીવી ચેનલ નેશનલ જિયોગ્રાફિક અને બ્રિટિશ સ્કાય બ્રોડકાસ્ટરમાં પણ તેમની ભાગીદારી છે.

2000 સુધી ન્યૂઝકોર્પમાં 800 કંપની સામેલ હતી અને 50 દેશમાં તેમનો બિઝનેસ હતો. ફોર્બ્સે રિચેસ્ટ અમેરિકન 2013ની યાદીમાં મર્ડોકને 33મા નંબરે રાખ્યા હતા, વર્લ્ડમાં તેમનું રેન્કિંગ 91 પર હતું.

 

Related News