logo

header-ad

ટી-20 વર્લ્ડ કપમાં અમેરિકાના અભિયાનનો અંત, ઈંગ્લેન્ડ વટભેર સેમીફાઈનલમાં પહોંચ્યું

  • Published By : Jago News
  • Updated on : 2024-06-24 11:37:05

બ્રિજટાઉન: T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે તેની છેલ્લી સુપર-8 મેચમાં અમેરિકાને 10 વિકેટે હરાવ્યું હતું. ટીમે માત્ર 9.4 ઓવરમાં 116 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. આ જીત સાથે ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આવી સ્થિતિમાં ગ્રૂપ-2ની છેલ્લી મેચ નોકઆઉટ થઈ ગઈ છે. જે ટીમ આ જીતશે તે ટૉપ-4માં પહોંચી જશે. બ્રિજટાઉનમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લિશ બોલરોએ કેપ્ટન બટલરના નિર્ણયને સાચો સાબિત કર્યો અને અમેરિકાને 18.5 ઓવરમાં 115 રનમાં આઉટ કરી દીધું. ત્યારબાદ કેપ્ટન જોસ બટલર અને ફિલ સોલ્ટની ઓપનિંગ જોડીએ માત્ર 9.4 ઓવરમાં 116 રનના ટાર્ગેટ ચેઝ કર્યો હતો.


ક્રિસ જોર્ડનની હેટ્રિક:

ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને હેટ્રિક લીધી હતી. તેણે 19મી ઓવરમાં કોરી એન્ડરસન, અલી ખાન, નોશ્તુશ કેન્ઝીગે અને સૌરભ નેત્રાવલકરની વિકેટ લીધી હતી. તે આ વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો બીજો બોલર બની ગયો છે. તેના પહેલાં, પેટ કમિન્સે બે વખત આ સિદ્ધિ મેળવી હતી. અમેરિકા તરફથી નીતિશ કુમારે સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. કોરી એન્ડરસને 29 રનની ઇનિંગ રમી હતી. આદિલ રશીદ અને સેમ કરનને 2-2 જ્યારે રીસ ટોપ્લે અને લિયામ લિવિંગસ્ટોને એક-એક વિકેટ મળી હતી.


જોસ બટલરની ધમાકેદાર બેટિંગ:

રન ચેઝમાં કેપ્ટન જોસ બટલરે 38 બોલમાં 6 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 83 રન બનાવ્યા હતા જ્યારે ફિલ સોલ્ટે 21 બોલમાં બે ચોગ્ગાની મદદથી અણનમ 25 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 59 બોલમાં 117 રનની અણનમ ઓપનિંગ ભાગીદારી થઈ હતી.

Related News