પાકિસ્તાનમાં વધુ એક આતંકી ઠાર, મસૂદ અઝહરના નજીકના રહીમુલ્લાહની ગોળી મારી હત્યા કરાઈ
- Published By : Jago News
- Updated on : 2023-11-13 16:54:20
Maulana Raheem Ullah Tariq Shot Dead : ભારતના શત્રુઓ એવા પાકિસ્તાની આતંકીઓને જાણે કોઈ વીણી વીણીને ઠાર કરી રહ્યું હોય એમ વધુ એક આતંકીની કરાચીમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ આતંકવાદી મસૂદ અઝહરનો નજીકનો હતો.
મસૂદ અઝહરના નજીક આતંકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો
પાકિસ્તાનમાં આતંકવાદીઓનો ખાત્મો ચાલુ છે અને આ વખતે મસૂદ અઝહરનો નજીકનો આતંકવાદી રહીમુલ્લાહ તારિકની કરાચીમાં ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ આતંકવાદી ભારત માટે મોસ્ટ વોન્ટેડ હતો. તે ઘણીવાર ભારત વિરુદ્ધ ભાષણ આપતો હતો. પાકિસ્તાનના ઓરંગી શહેરમાં તેને અજાણ્યા લોકોએ ઠાર માર્યો હતો. હજુ થોડા દિવસો પહેલા જ લશ્કર એ તોયબા (LeT)ના આતંકી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની પાકિસ્તાનના બાજૌરમાં અજાણ્યાં હુમલાખોરોએ કથિતરૂપે ગોળી મારી હત્યા કરી નાખી હતી. આ પહેલા ગત મહિને પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફનું મોત થયું હતું.
ઘટના ટાર્ગેટ કિલિંગ હોઈ શકે : પોલીસ
પ્રાથમિક વિગતો મુજબ કરાચીના ઓરંગી ટાઉનમાં ભારત વિરોધી રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું અને રહીમુલ્લાહ તારિક તેમાં સામેલ થવા જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા લોકોએ તેના પર ગોળીબાર કર્યો હતો. સ્થાનિક મીડિયાએ પોલીસ અધિકારીઓને ટાંકીને કહ્યું કે આ ઘટના ટાર્ગેટ કિલિંગ હોઈ શકે છે.