અમિતાભ બચ્ચન શૂટિંગ દરમિયાન ઘાયલ:હૈદરાબાદમાં પ્રોજેક્ટ Kનું શૂટિંગ ચાલી રહ્યું હતું, પાંસળીમાં ઈજા થઈ, અમિતાભે કહ્યું- શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે
- Published By : Jago News
- Updated on : 2023-03-06 18:00:45
અમિતાભ બચ્ચન
હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર આ માહિતી
આપી હતી. અમિતાભ હાલ મુંબઈમાં પોતાના ઘરે આરામ કરી રહ્યા છે. તેઓ પ્રભાસની ફિલ્મ
"પ્રોજેક્ટ K"નું શૂટિંગ કરી રહ્યા હતા. એક એક્શન સીન દરમિયાન તેમને પાંસળીઓમાં ઇજા થઈ છે.
હૈદરાબાદમાં ચેકઅપ બાદ તેમને મુંબઈ મોકલવામાં આવ્યા હતા.
અમિતાભ બચ્ચને પોતાના
બ્લોગમાં લખ્યું - પાંસળીમાં ઈજા થઈ છે. શૂટિંગ રદ કરવામાં આવ્યું છે. પાટો
બાંધવામાં આવ્યો છે અને સારવાર કરવામાં આવી રહી છે. એનાથી ઘણી પીડા થઈ રહી છે.
શરીરને આમ-તેમ કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. મને
આ દુખાવા માટે કેટલીક દવાઓ આપવામાં આવી છે. મને સાજા થવા માટે થોડાં અઠવાડિયાંનો
સમય લાગશે.
અમિતાભે લખ્યું- હું જલસામાં ફેન્સને મળી શકીશ નહીં
બિગ બીએ લખ્યું,
"હું સાજો નહીં થાઉં ત્યાં સુધી તમામ કામકાજ અટકાવી
દેવામાં આવ્યાં છે. હું જલસામાં આરામ કરી રહ્યો છું. જરૂરી કામ માટે જ હું થોડું
ચાલીશ. હા, આરામ કરવાનું તો ચાલુ રહેશે.
મારા માટે આ કહેવું ઘણું મુશ્કેલ છે, પરંતુ હું જલસાના ગેટ પર મારા ફેન્સને મળી શકીશ નહીં,
માટે તેઓ ન આવે. જે લોકો જલસામાં આવવાનું વિચારી
રહ્યા છે તેમને પણ તમારે આ વાત જણાવવી જોઈએ. આ સિવાય બીજું બધું બરાબર છે.
દિવાળી પહેલાં અમિતાભ બચ્ચનને પગની નસ કપાયા બાદ ટાંકા લેવામાં
આવ્યા હતા
અમિતાભ બચ્ચને દિવાળી પહેલાં પોતાના પગની નસ કપાઈ
ગયાની જાણકારી જણાવી છે. તેમણે પોતે એક બ્લોગ દ્વારા જણાવ્યું છે કે પગની નસ કપાયા
બાદ ઘણું લોહી વહી ગયું હતું. તેમને હોસ્પિટલમાં પણ જવું પડ્યું, જ્યાં ડોક્ટરોએ તેમના પગે
ટાંકા લીધા હતા.
રવિવારે અમિતાભ બચ્ચને પોતાના પર્સનલ બ્લોગ પરથી આ ઘટનાની માહિતી જણાવી છે.
અમિતાભે લખ્યું, મેટલનો એક ટુકડાએ મારા ડાબા
પગના ભાગે ચીરો પાડી દીધો હતો, જેના કારણે પગની નસ કપાઈ ગઈ હતી. નસ કપાતાંની સાથે જ મારા પગમાંથી ઘણું લોહી
વહી ગયું. સમયસર સ્ટાર અને ડોકટરોની ટીમની મદદથી સારવાર મળી ગઈ. ઓપરેશન થિયેટરમાં
લઈ જવાયા બાદ મારા પગમાં ટાંકા લેવામાં આવ્યા હતા.
સુપરસ્ટાર અમિતાભ બચ્ચન
ઈજાગ્રસ્ત થયાના સમાચારથી તેમના તમામ ફેન્સ નિરાશ થયા છે. અમિતાભના તમામ ફેન્સ ખૂબ
જ દુઃખી થઈ ગયા છે. અમિતાભ જલદી સ્વસ્થ થાય એ માટે દરેક લોકો પ્રાર્થના કરી રહ્યા
છે.
કુલીના સેટ પર પુનીત
ઈસ્સરનો મુક્કો વાગ્યો હતો, માંડ માંડ અમિતાભનો જીવ
બચી ગયો હતો
26 જુલાઈ 1982ના રોજ, અમિતાભ બચ્ચન ફિલ્મ કુલીના સેટ પર ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે
માર્શલ આર્ટમાં માસ્ટર પુનીત ઇસ્સર એક એક્શન સીન દરમિયાન તેમણે અમિતાભને જોરથી
મુક્કો માર્યો હતો. પુનીત ઇસ્સરનો મુક્કો પેટમાં વાગતાં જ અમિતાભ બચ્ચન જમીન પર
પડી ગયા હતા. થોડીવાર પછી તે ઉઠ્યા અને કહ્યું કે તે ભારે દુખાવો થાય છે. મનમોહન
દેસાઈએ તેમને તરત જ તેમને હોટલ મોકલી દીધા. ત્યાં ડોક્ટરો પણ આવી પહોંચ્યા હતા.
લાંબા સમય સુધી ડોકટરો રોગને પકડી શક્યા ન હતા. વારંવાર ટેસ્ટ કર્યા પછી પણ
સ્પષ્ટ નિદાન થઈ રહ્યું ન હતું. અમિતાભની હાલત ખરાબ થઈ રહી હતી ત્યારે વેલ્લોરના
ડો. ભટ્ટે એક્સ-રે રિપોર્ટમાં આંતરડામાં ઈજા પહોંચી હતી અને કહ્યું કે અમિતાભના
પેટમાં થયેલી ઈજામાં હવે પરુ થવા લાગ્યું છે.
આ પછી અમિતાભની ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. 2
ઓગસ્ટ 1982ના રોજ ડોક્ટરોની અથાગ મહેનત પછી જીવનના શ્વાસ ફરી શરુ થવા લાગ્યા હતા. ધીમે
ધીમે અમિતાભની તબિયત સુધારો થયો હતો.