logo

header-ad

અજય બંગાએ વર્લ્ડ બેંકના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો:કાર્યકાળ 5 વર્ષનો રહેશે; પુણેમાં જન્મેલા, અમદાવાદથી MBA કર્યું

  • Published By : Jago News
  • Updated on : 2023-06-03 19:48:45

વોશિંગ્ટન: ભારતીય મૂળના અજય બંગાએ શુક્રવાર (2 જૂન)થી વિશ્વ બેંકના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આ સાથે, તે બે વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ, વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળમાંથી કોઈ એકનું નેતૃત્વ કરનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ બની ગયા છે.

3 મેના રોજ, અજય બંગા, 63, વિશ્વ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ દ્વારા 14મા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને તેમને આ પદ માટે નામાંકિત કર્યા છે.

અજય બંગાનો જન્મ 10 નવેમ્બર 1959ના રોજ પૂણેમાં થયો હતો. તેમના પિતા હરભજન સિંહ બંગા ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલ હતા. તેમણે જલંધર અને સિમલામાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. તેમણે DUમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને IIM અમદાવાદમાંથી MBA કર્યું છે. 2016માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત પણ કર્યા હતા.

માસ્ટરકાર્ડના CEO રહી ચૂકેલા બંગા વર્લ્ડ બેંકના પ્રમુખ બનનાર ભારતીય મૂળની પ્રથમ વ્યક્તિ છે. 63 વર્ષીય ભારતીય-અમેરિકન બંગા પ્રાઈવેટ ઈક્વિટી ફંડ જનરલ એટલાન્ટિકના વાઇસ-ચેરમેન છે.

ભારતમાં પિત્ઝા હટ-કેએફસી ખોલવામાં મોટી ભૂમિકા ભજવી હતી
અજય બંગાએ ભારતીય-અમેરિકન પેઢીના છે, જેમણે ભારતમાં અભ્યાસ કરીને અમેરિકામાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેમનું જીવન સખત મહેનત, સંઘર્ષ અને સફળતાની ગાથા છે. અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ 1981માં નેસ્લે ઈન્ડિયામાં મેનેજમેન્ટ ટ્રેઈની તરીકે જોડાયા હતા.

એ પછી તેઓ પેપ્સિકોના રેસ્ટોરન્ટ વિભાગનો હિસ્સો બન્યા. એ ઉદારીકરણનો સમયગાળો હતો, જ્યારે બંગાએ ભારતમાં પિત્ઝા હટ અને કેએફસીની શરૂઆત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ફોર્ચ્યુને પાવરફુલ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ-2012 પસંદ કર્યા
બંગા 1996માં સિટી ગ્રૂપના માર્કેટિંગ હેડ બન્યા. 2000માં સિટી ફાઇનાન્શિયલના વડા તરીકે નિયુક્ત થયા. 2009માં માસ્ટરકાર્ડના CEO બન્યા. તેમણે માસ્ટરકાર્ડને તેની માર્કેટિંગ વ્યૂહરચનાથી યુવાનોમાં એટલું લોકપ્રિય બનાવ્યું કે તે એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું. બંગાને 2016માં પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા.

2012માં પ્રખ્યાત મેગેઝિન ફોર્ચ્યુને બંગાને 'પાવરફુલ ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ-2012' તરીકે પસંદ કર્યા હતા. તેઓ હિન્દુસ્તાન યુનિલીવરના ભૂતપૂર્વ ચેરમેન માનવવિંદર સિંહ બંગાના ભાઈ છે.

બાઇડને કહ્યું હતું- વિશ્વ બેંકનો ચાર્જ લેવા માટે સૌથી લાયક
બાઇડને બંગા વિશે કહ્યું હતું કે અજયે ત્રણ દાયકાથી વધુ સમય વૈશ્વિક કંપનીઓના નિર્માણ અને સંચાલનમાં વિતાવ્યો છે. આ એવી કંપનીઓ છે, જેણે અર્થતંત્ર તેમજ રોજગારીને વેગ આપ્યો છે. એમ પણ કહ્યું હતું કે અજય આ ઐતિહાસિક ક્ષણે વર્લ્ડ બેંકની કમાન સંભાળવા સૌથી વધુ લાયક છે.

 

Related News