logo

header-ad

અજબ પ્રેમ કી ગજબ કહાની, અમેરિકન યુવાન પ્રેમ માટે કરે છે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનો અભ્યાસ

  • Published By : Jago News
  • Updated on : 2021-10-23 16:48:48

શિકાગોથી નિરવ ગોવાણીનો અહેવાલ:  

હું તારા વગર નહિં રહી શકુંતું કહે એવી રીતે જ હું રહીશ, તારા માટે હું ચાંદ તારા તોડી લાવીશ. આવા જ વાયદાઓ દરેક પ્રેમી પોતાની પ્રેમિકાને કરતો હોય છે. પરંતુ આ પ્રકારના વાયદાઓ કોઇ નિભાવે છે ખરા? તો તેનો જવાબ છે હા. અમેરિકાના શિકાગોમાં માઇકલ નામના યુવકે પોતાની પ્રેમિકાને કરેલા તમામ વાયદાઓ પૂરા કરી રહ્યો છે. માઇકલની પ્રેમિકા એટલે કે હાલ તેની પત્ની સોનાલી પટેલ મૂળ અમદાવાદની છે. અને એટલે હવે માઇકલ ગુજરાતી ભાષાનો અભ્યાસ કરી રહ્યો છે.

 

૨૦૧૨માં પહેલી મુલાકાત, ૭ વર્ષ પછી લગ્નઃ

અમેરિકામાં જન્મેલા અને અમેરિકન સંસ્કૃતિથી માઇકલનું ઘડતર થયું હતું. ધીરે-ધીરે માઇકલ પોતાના અભ્યાસમાં પારંગત હોવાથી ઉચ્ચ અભ્યાસ માટે સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. જ્યાં તેની મુલાકાત ગુજરાતી છોકરી સોનાલી સાથે થઇ. સોનાલીનો જન્મ અમેરિકામાં થયો હતો. પરંતુ તેના પિતાનું મૂળ વતન નવસારી અને માતા અમદાવાદ શહેરના હતા. એટલે સોનાલી વારંવાર ગુજરાત આવતી હતી. સોનાલી સાથેની માઇકલની મિત્રતા ધીરે-ધીરે પ્રણયમાં પરિણમી. જાે કે અભ્યાસમાં બન્નેનું એટલું જ ધ્યાન હતુ. વર્ષ ૨૦૧૨માં બન્નેની મુલાકાત પહેલી વખત થઇ હતી. જાે કે બન્ને પોતાના અભ્યાસ અને પોતાની કારકિર્દીને લઇને પણ એટલા જ ગંભીર હતા. પરિણામે તે બન્નેના લગ્ન બે વર્ષ પહેલાં જ થયા હતા.

 

માઈકલે અપનાવી સોનાલીની સંસ્કૃતિઃ

સોનાલી અને માઇકલના લગ્ન બે વર્ષ પહેલા ગુજરાતી રીત-રિવાજ પ્રમાણે થયા હતા. લગ્ન વિધીમાં તમામ ગુજરાતી પરંપરા મુજબ ગરબા, ગૃહશાંતિ, ગણેશ પુજા વગેરે તમામ વિધી મુજબ બન્ને પ્રેમીઓ એક-બીજાના સાથી રહેવાના કોલ આપી ચુક્યા હતા. લગ્ન વિધીમાં જે રીતે પુરુષ મહિલાની તમામ ઇચ્છાઓ પૂરી કરવાનું વચન આપે છે. તે રીતે જ માઇકલે પોતાની જીવનસંગિની સોનાલીને પણ વચન આપ્યા હતા. અને આ વચન અનુસાર માઇકલે પોતાની જીવનસંગિની સોનાલીની સંસ્કૃતિ પણ અપનાવવાનું પસંદ કર્યુ. અને એટલે જ માઇકલ હાલ ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિનો અભ્યાસ કરે છે.

 

બાળકો માટે શીખી રહ્યો છે ગુજરાતી સંસ્કૃતિ-ભાષાઃ

માઇકલને સવારે નાસ્તામાં સોનાલી થેપલા અને ચા જ પીરશે. અને જમવામાં માઇકલ દાળ-ભાત અને રોટલી-શાક પણ જમે છે. જાે કે બીજી તરફ સોનાલી પણ અમેરિકન માઇકલની સંસ્કૃતિ અને તેના શોખનું ધ્યાન રાખે છે. ગુજરાતી ભાષાનો અભ્યાસ ઝડપથી કરી શકે તે માટે માઇકલે ૩ ગુજરાતી ફિલ્મ પણ જાેઇ છે. માઇકલનું કહેવુ છે કે મારા સાસુ ગુજરાતીમાં વધારે વાત કરે છે, અને તેમની સાથે મારે કોઇ પણ પ્રકારની ગોષ્ઠી કરવી હોય તો મારે દુભાષિયાની જરૂર પડે છે. એટલુ જ નહીં મારા બાળકો જ્યારે જન્મશે ત્યારે તેમને પણ ગુજરાતી ભાષાનું જ્ઞાન મળે તે માટે અત્યારથી જ હું ગુજરાતી સંસ્કૃતિ અને ભાષાનો અભ્યાસ કરુ છું.

 

માઇકલ કિરલીને જણાવ્યું કે મેં ગુજરાતી છોકરી સાથે લગ્ન કર્યા છે. અને અમારા લગ્ન પણ ગુજરાતી રીત-રિવાજ પ્રમાણે થયા હતા. મારી પત્ની અને આવનાર બાળકોને હું તેમની સંસ્કૃતિ પ્રમાણે રાખી શકું. અને હું મારા સાસરી પક્ષના લોકો સાથે તેમની રીત-રિવાજ મુજબ રહી શકું એટલા માટે હું ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનો અભ્યાસ કરું છું.

 

સોનાલી ગાંધીએ નમસ્કાર ગુજરાત સાથે વાત કરતાં જણાવ્યું કે આજથી નવ વર્ષ પહેલા હું અભ્યાસ અર્થે શિકાગો બહાર યુનિવર્સિટીમાં ગઇ હતી. ત્યારે મારી માઇકલ સાથે મુલાકાત થઇ હતી. માઇકલ ભલે અમેરિકન સંસ્કૃતિ સાથે સંકળાયેલો હોય, પરંતુ તેને પોતાની પત્નીને ખુશ કેવી રીતે રાખવી તે ખબર પડે છે. આજે પણ હું કેટલીકવાર માઇકલને ગુજરાતી ભોજન બનાવીને જમાડું છું. અને તે હોંશે-હોંશે જમી લે છે. અમને બન્નેને ગુજરાતી સંસ્કૃતિ ગમે છે અને ગુજરાતી સંસ્કૃતિનું સન્માન જાળવવું અમારી ફરજ પણ છે.

 

માઈકલને ગુજરાતી શીખવામાં મદદ કરનાર ગુજરાતી અમિત ઠક્કરે જણાવ્યું કે  આપણી સંસ્કૃતિ અને અમેરિકન સંસ્કૃતિમાં ઘણું અંતર છે. તેમ છતાં પણ માઇકલને ગુજરાતીઓ કઇ રીતે રહે છે, તે સમજાવું છું ત્યારે તેને ઘણો આનંદ આવે છે. જ્યારે આપણે માથુ દુખે છે ત્યારે બામ લગાવીએ છે, ત્યારે અમેરિકનોને આ વાત જાણીને નવાઈ લાગે છે. આપણે ઘરે ભગવાનની પૂજા અને આરતી કરીએ છીયે. તે વાત જાણીને પણ માઇકલને અલગ અનુભવ થયો. મને જ્યારે જાણવા મળ્યું કે માઇકલે અમેરિકન હોવા છતાં પણ એક ગુજરાતી છોકરી સાથે લગ્ન કર્યા છે. અને તેને ગુજરાતી સંસ્કૃતિ અંગે અને ભાષાનો અભ્યાસ કરવો છે. ત્યારે મને પહેલા તો નવાઇ લાગી. પણ સાથે-સાથે આનંદ પણ થયો. અને આજે હું માઇકલને તેનો અભ્યાસ કરાવું છું.

Related News