બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની મુશ્કેલીમાં વધારો, ઈડીની ટીમે 15 જગ્યાએ પાડ્યા દરોડા
- Published By : Jago News
- Updated on : 2024-11-29 11:58:27
મુંબઈ: પોર્નોગ્રાફી નેટવર્ક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા અને અન્ય લોકોના ધર અને ઓફિસો પર દરોડા પાડ્યા છે. ED દ્વારા કેસ નોંધ્યા બાદ હવે ઘર અને ઓફિસોની તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈ અને ઉત્તર પ્રદેશના લગભગ 15 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ મોબાઈલ એપ્લીકેશન અને અન્ય માધ્યમો દ્વારા અશ્લીલ સામગ્રીના કથિત વિતરણમાં શકમંદોની ભૂમિકા સાથે સંબંધિત છે.
રાજ કુંદ્રાની જૂન 2021માં 'અશ્લીલ' ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2021માં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજ કુંદ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. રાજને 20 જુલાઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બે મહિના જેલમાં વિતાવ્યા બાદ સપ્ટેમ્બર 2021થી જામીન પર છે.
રાજે પોર્ન કંપનીમાં 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું મુંબઈ ક્રાઇમ બ્રાંચના મતે, રાજ વિરુદ્ધ ફેબ્રુઆરી 2021માં કેસ કરવામાં આવ્યો હતો. રાજે પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 8-10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રાજ તથા બ્રિટનમાં રહેતા તેના ભઆઈએ કેનરિન નામની કંપની બનાવી હતી. ભારતમાં વીડિયો શૂટ કરીને વી ટ્રાન્સફર (આ એક ફાઇલ ટ્રાન્સફર સર્વિસ)ના માધ્યમથી કેનરિનને મોકલવામાં આવતો હતો. રાજે આ કંપની બનાવી હતી અને વિદેશમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેથી ભારતના સાઇબર લૉથી બચી શકાય.