અદાણીના પુત્ર જીતે દીવા શાહ સાથે સગાઈ કરી:દીવા હીરાના વેપારી જૈમિન શાહની પુત્રી, સગાઈમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરી
- Published By : Jago News
- Updated on : 2023-03-14 19:25:01
ભારતના બીજા સૌથી ધનિક
બિઝનેસમેન ગૌતમ અદાણીના દીકરા જીત અદાણીની રવિવારે(12 માર્ચ) દીવા જૈમિન શાહ
સાથે સગાઈ થઈ. સગાઈ સમારોહ ગુજરાતના અમદાવાદમાં આયોજિત થયો. આ પ્રોગ્રામમાં માત્ર
ગાઢ મિત્રો અને પરિવારના લોકો સામેલ થયા. દીવા સી.દિનેશ એન્ડ કંપની પ્રાઈવેટ
લિમિટેડના હીરા વ્યાપારી જૈમિન શાહની દીકરી છે. જોકે હાલ લગ્નની તારીખ સામે આવી
નથી.
સગાઈ પ્રાઇવેટ રાખવામાં
આવી
જીત અને દીવાની સગાઈને પ્રાઇવેટ રાખવામાં આવી હતી, આથી તેની જાણકારી મોડા
સામે આવી. તેમના સગાઈ સમારોહની એક તસવીર સામે આવી છે. કપલ તેમાં પેસ્ટલ ટોનમાં
ટ્રેડિશનલ કપડા પહેરેલા નજરે પડે છે. ગૌતમ અદાણીના બે દીકરા છે. મોટા દીકરાનું નામ
કરણ અદાણી અને નાના દીકરાનું નામ જીત અદાણી છે. કરણના લગ્ન દેશના પ્રખ્યાત
કોર્પોરેટ વકીલ સિરિલ શ્રોફની દીકરી પરિધિ સાથે થયા છે.
2019માં
અદાણી ગ્રુપમાં સામેલ થયા હતા જીત
જીત અદાણીએ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સ્કૂલ ઓફ
એન્જીનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સમાંથી તેમનું સ્કૂલિંગ કર્યું હતું. તેઓ 2019માં અદાણી ગ્રૂપમાં જોડાયા હતા
અને હાલમાં તેઓ ગ્રૂપ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ છે. તેઓ અદાણી એરપોર્ટ અને
અદાણી ડિજિટલ લેબ્સનું નેતૃત્વ કરે છે. જ્યારે દીવા હીરાના વેપારી જૈમિન શાહની
પુત્રી છે. જૈમિનની કંપની સી દિનેશની સ્થાપના ચિનુ દોશી અને દિનેશ શાહે કરી હતી.