logo

header-ad

ભાજપના 15 વર્ષના શાસનનો અંત, દિલ્હી MCDમાં AAPની 134 બેઠકો પર જીત

  • Published By : Jago News
  • Updated on : 2022-12-07 19:19:21

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડનું આજે પરિણામ આવી ગયું છે, જેમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીતછે અને 15 વર્ષથી શાસન જમાવનાર ભાજપની હાર થઈ છે, તો ગત વર્ષ કરતા આ વખતે કોંગ્રેસમાં પણ આંશિક દમ જોવા મળ્યો છે. પરિણામોની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ 134 બેઠકો પર જીત મેળવી છે. તો ભાજપે 104, કોંગ્રેસે 9, અપક્ષોએ 3 બેઠક પર જીત મેળવી છે. MCD ચૂંટણી માટે 1349 ઉમેદવારો મેદાનમાં હતા. તો એક્ઝિટ પોલમાં પણ છેલ્લા 15 વર્ષથી MCD પર શાસન કરી રહેલ ભાજપ પાછળ હતી

MCD (કુલ સીટો)

BJP 

AAP

INC

OTH

250

104

134

09

03

મોટા નેતાઓના ક્ષેત્રમાં કેવા રહ્યા છે પરિણામો??

  • સત્યેન્દ્ર જૈનની શકુરબસ્તીથી ભાજપની જીત, AAPની થઇ હાર
  • ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના મતવિસ્તારમાં ભાજપે જીત મેળવી છે. અહીં ભાજપને 3, AAPને 1 બેઠક મળી છે.
  • બીજેપી પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાના વિસ્તારમાં બીજેપી એક પણ સીટ જીતી શકી નથી.
  • ભાજપના સાંસદ રમેશ બિધુરીના લોકસભા ક્ષેત્રમાં ભાજપે 13 બેઠકો જીતી હતી, જ્યારે AAPને 23 બેઠકો મળી હતી.
  • પ્રવેશ વર્માના લોકસભા ક્ષેત્રમાં ભાજપ 14 બેઠકો પર આગળ છે, AAP 24 પર આગળ છે.
  • ભાજપના સાંસદ હંસરાજ હંસના લોકસભા ક્ષેત્રમાં ભાજપ 14 બેઠકો પર અને AAP 26 બેઠકો પર આગળ છે.
  • ભાજપના સાંસદ ગૌતમ ગંભીરના મતવિસ્તારમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું છે. અહીં ભાજપ 22 સીટો પર આગળ છે, AAP 11 સીટો પર આગળ છે.
  • ભાજપના સાંસદ મનોજ તિવારીના લોકસભા ક્ષેત્રમાં ભાજપ 18 અને AAP 17 પર આગળ છે.
  • ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન બીજેપી સાંસદ મીનાક્ષી લેખીના મતવિસ્તારમાં છે. અહીં ભાજપ માત્ર 5 અને AAP 20 સીટો પર આગળ છે.

કઈ પાર્ટીએ ક્યાંથી હાલ સુધીમાં મેળવી છે જીત?? 

MCD ચૂંટણીમાં જામા મસ્જિદથી આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. કપાસેડા વોર્ડ નંબર 132માંથી આમ આદમી પાર્ટી 1484 મતોથી, ગીતા કોલોની વોર્ડ નંબર 210 ભાજપ દ્વારા, વોર્ડ 173 ગ્રેટર કૈલાશ ભાજપ દ્વારા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર આશુ ઠાકુર 171 વોર્ડ સીઆર પાર્કમાંથી 250 મતોથી જીત્યા હતા. વોર્ડ નંબર 74 અને 75માં પણ આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે.

ઝિલમિલ કોલોનીથી ભાજપના પંકજ લુથરા જીત્યા છે. ધરૌલીથી AAPના ઉમેદવારે જીત મેળવી  છે. અબુલ ફઝલ એન્ક્લેવ વોર્ડ નંબર 188માંથી કોંગ્રેસમાંથી વિજય મેળવ્યો છે. કોંડલીમાંથી ભાજપના ઉમેદવાર મુનેશ જીત્યા છે. તેમજ ભાજપના પૂર્વ મેયર અવતારસિંહ હારી ગયા છે. AAPના ઉમેદવાર અંકુશ નારંગનો વિજય થયો છે.

AAPએ વોર્ડ નંબર 83 અને 84માંથી જીતી મેળવી લીધી છે. વોર્ડ નંબર 185 પર પણ AAPનો ઉમેદવાર વિજય થયો છે. ભાજપના બ્રહ્મસિંહ પણ ચૂંટણી જીતી ચુક્યા છે. વોર્ડ નંબર 190માંથી ભાજપના ઉમેદવાર સંજીવ સિંહનો વિજય થયો છે.

MCD પર જીત બાદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા

  • કેજરીવાલે પરિણામ પછી આપી પ્રતિક્રિયા કહ્યું કે, આ સૌથી મોટી જીત છે.
  • આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું છે કે, "દિલ્હીની જનતાએ તેમના વોટની શક્તિ બતાવી દીધી છે. ભાજપનો 15 વર્ષ જૂનો કિલ્લો તૂટી રહ્યો છે. લોકોએ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ બતાવ્યો છે."
  • આમ આદમી પાર્ટીના MCD પ્રભારી દુર્ગેશ પાઠકે કહ્યું છે કે, "દિલ્હીમાં બીજેપીના કુશાસન 15 વર્ષ પૂરા થઈ ગયા છે. હવે દિલ્હીમાં એક નવી રાજનીતિ શરૂ થશે, દિલ્હી સ્વચ્છ થશે. હું દિલ્હીની જનતા, અરવિંદ કેજરીવાલ અને તમામ સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર છું.
  • આમ આદમી પાર્ટીના નેતા દિલીપ પાંડેએ કહ્યું છે કે, "દિલ્હીની જનતાએ ભાજપના 15 વર્ષના કુશાસન સામે રેલી કાઢી છે. આ જીત દિલ્હીની જનતાની જીત છે. આ લડાઈ ભાજપના ભ્રષ્ટાચાર સામે હતી. AAPએ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપનો અહંકાર તોડી નાખ્યો છે."
  • આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે, "ભાજપને દિલ્હીના લોકો તરફથી યોગ્ય જવાબ મળ્યો છે. લોકોએ વિકાસ માટે કામ કરનારને મત આપ્યો છે. આજે દિલ્હીએ તે 'કાદવ' હટાવી દીધો છે, જે ભાજપે અરવિંદ કેજરીવાલ પર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. અમે દિલ્હીને વિશ્વના સૌથી સુંદર શહેરમાં ફેરવીશું." 

 

Related News