logo

header-ad

ભારતીય મહિલા વિજ્ઞાનીઓને ચંદ્ર પર લઈ જવાનું મિશન; ઈન્ટરનેશનલ સ્પેસ યુનિવર્સિટીએ 2021 માટે 5 નામ નક્કી કર્યા

  • Published By : Jago News
  • Updated on : 2021-10-18 11:12:59

કોઈ ભારતીય મહિલા ચંદ્ર પર પગ મૂકશે તે નક્કી થઈ ગયું છે. સંપૂર્ણ સંભાવના છે કે તે ઈન્ટરનેશનલ સ્પેસ યુનિવર્સિટીથી ટ્રેનિંગ મેળવશે. આ વાત ડૉ. માઈકલ પોટરે જણાવી હતી. ખરેખર ભારતીય મૂળના અમેરિકી એસ્ટ્રોનોટ ડૉ. કલ્પના ચાવલાના મિત્રોએ તેમની યાદમાં ફેલોશિપ શરૂ કરી હતી જે હેઠળ સાયન્સ ફીલ્ડમાં પ્રતિભાશાળી ભારત તથા ભારતીય મૂળની મહિલાઓને ચંદ્ર પર લઈ જવાની તૈયારી કરાઈ છે. પ્રોજેક્ટના બોર્ડમાં પોટર એડવાઈઝર છે. 2021 માટે 5 નામ હાલ નક્કી કરાયા છે. જાણો આ પહેલ વિશે...

કલ્પનાના સન્માનમાં પહેલઃ ફોકસ ભારતીય મહિલાઓમાં નેતૃત્વ કૌશલ્ય વિકસિત કરવું
કલ્પના કહેતી હતી - જો તમારી પાસે સપનું છે તો તેને સાકાર કરવા પ્રયાસ કરો. તેનાથી ફેર નથી પડતો કે તમે મહિલા છો કે ભારતીય છો કે પછી બીજે ક્યાંકથી... તેમના આ વિચારને અમે કલ્પના ચાવલા પ્રોજેક્ટ ફોર ઈનોવેશન, એન્ટરપ્રેન્યોરિઝ્મ એન્ડ સ્પેસ સ્ટડીઝમાં મૂર્ત રૂપ આપ્યું જેથી સાયન્સના ક્ષેત્રમાં ભારતની પસંદગીની અને પ્રતિભાશાળી મહિલાઓને આંતરરાષ્ટ્રીય મંચ પર તક મળી શકે. ડૉક્ટર પોટર કહે છે કે કલ્પના જ્યાં પણ હશે જોઈને ખુશ થશે કે અમે ભારતીય મહિલા વિજ્ઞાનીઓને સ્પેસના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવામાં મદદ કરી છે.

સેન્ટર ફોર સ્ટ્રેટજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં વિશ્લેષક રહેલા ડૉ. પોટર કહે છે કે હું ભારતીય મહિલાઓને કહેવા ઈચ્છુ છું કે ચંદ્ર પર ઉતરનાર પ્રથમ ભારતીય મહિલાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તે આ ફેલોશીપ સાથે જરૂર જોડાય. તેનો ઉદ્દેશ્ય આ ભારતીય મહિલાઓને તક ઉપલબ્ધ કરાવવાનો છે જે સાયન્સ, મેડિસિન, મટિરિયલ્સ, સેટેલાઈટ ટેક્નોલોજી અને સ્પેસ સંબંધિત વિષયોમાં પીજી કરી ચૂકી છે. જેમના વિચાર કલ્પના જેવા નિ:સ્વાર્થ હોય અને તે તેમની જેમ જ શિક્ષણ તથા કૌશલ્ય મામલે જુસ્સો ધરાવતી હોય.

પ્રોજેક્ટનું ફોકસ ભારતીય મહિલાઓમાં લીડરશીપ અને ટેક કૌશલ્ય વિકસિત કરવાનો પણ છે. તાજેતરમાં અંતરિક્ષ યાત્રાથી પાછી ફરેલી વર્જિન ગેલેક્ટિકના ભારતીય અમેરિકી એસ્ટ્રોનોટ સિરિશા બાંદલા પણ તેની સાથે જોડાઇ ગયા છે. તેમણે કહ્યું કે ડૉ.ચાવલા મારા જેવી લાખો યુવા મહિલાઓ માટે પ્રેરણા છે. સંયોગે આ વર્ષે વર્લ્ડ સ્પેસ વીક પણ મહિલાઓના મહત્ત્વને સમર્પિત રહ્યું.

પહેલી બેચમાં આ પાંચ ભારતીય: આ વર્ષે પ્રોજેક્ટ માટે રિયલ અભંગ, સુચેશના પાટિલ, ડૉ. સરસ્વતી દાસ, મોનિકા એકલ અને ડૉ. ગરિમા પટેલની પસંદગી કરાઈ છે.

 

Related News