એક જ ઘરમાં રહે છે 199 લોકોનો પરિવાર, આટલો થાય છે એક દિવસ માટે રાશનનો ખર્ચ
- Published By : Jago News
- Updated on : 2023-11-14 18:01:21
મિઝોરમના બક્તવાંગ ગામમાં દુનિયાના સૌથી મોટા પરિવારનું ઘર આવેલુ છે. અહીં એક જ પરિવારના કુલ 199 લોકો રહે છે. આખો પરિવાર એક સાથે મળીને ભોજન બનાવે છે અને ખાય છે. ઉપરાંત મોટાભાગે બધુ એકસાથે કરવામાં આવે છે.
કુલ 199 લોકો છે જે એક સાથે એક ઘરમાં એક છત નીચે રહે છે
ભારતના ઉત્તર પુર્વ રાજ્ય મિઝોરમના વક્તાવંગ ગામમાં દુનિયાના સૌથી મોટા પરિવારનું ઘર છે. અહીં કુલ 199 લોકો છે જે એક સાથે એક ઘરમાં એક છત નીચે રહે છે. આ પરિવારના મુખિયા પુ જીઓના નામના શખ્સનો હતો. જુઓનાને 38 પત્નિઓ છે, 89 બાળકો, તેમની પત્નિઓ અને 36 પૌત્ર-પૌત્રી છે. હાઈ બ્લડપ્રેશર અને શુગરના કારણે વર્ષ 2021માં 76 વર્ષની ઉંમરમાં જિઓનાનું નિધન થઈ ગયું હતું, પરંતુ તેમનો પરિવાર આજે પણ વક્તાવંગના પહાડોમાં મોટુ કોમ્પ્લેક્સ બનાવેલ છે તેમા આખો પરિવાર સાથે રહે છે.
કેવી રીતે ચાલે છે મોટા પરિવારનો ખર્ચ
જીઓનાના મૃત્યુના બે વર્ષ પછી તેમની વિરાસતને તેમના સમુદાયમાં વહેચી દીધી હતી. તેમના ફોટો હજુ પણ તેમના પરિવારના ઘરોમાં કેટલીક જગ્યાએ રાખેલા છે. પરિવાર આજે પણ જીઓનાના મુલ્યોઅને આદર્શોનું પાલન કરે છે. 199 સભ્યોનો પરિવાર એક સાથે જ જમે છે. એક સાથે રમવું, એક સાથે પહેરવાના કપડાં અને જરુરી ચીજ વસ્તુઓ એક સાથે ખરીદવામાં આવે છે. પરિવારનો દરેક સભ્ય ખર્ચને લઈને દરેક કામ કાજમાં યોગદાન આપે છે. કેટલાક લોકો માંસ માટે લગભગ 100 સુઅરોનું પાલન કરે છે, કેટલાક લોકો ખેતરમા કામ કરે છે તો કેટલાક બાળકોને અભ્યાસ કરે છે.
કેટલો થાય છે રોજ ખર્ચ
જીઓનાને નિધનને લગભગ 2 વર્ષ થઈ ગયા છે. આ પરિવારમાં દિવસભરના ખાવાનો ટાસ્ક હોય છે, કારણ કે તેમા ઓછામાં ઓછા 80 કિલો ચોખા અને અન્ય સામગ્રીઓ સામેલ હોય છે. રાંધવા માટે મોટી કઢાઈ અને મોટા વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેને સાફ કરવા પણ એક મોટુ કામ છે પરંતુ દરેક લોકો એક સાથે મળીને કામ કરે છે.