logo

header-ad

ઓલિમ્પિક પહેલાં જ ભારતને મોટો ઝટકો, ગોલ્ડન બોય નીરજ ચોપરા નહીં રમી શકે

  • Published By : Jago News
  • Updated on : 2024-05-27 11:59:54

નવી દિલ્લી: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાને ઓલિમ્પિકના બે મહિના પહેલાં સ્નાયુઓની સમસ્યા થઈ છે. નીરજ ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી છે. તેણે લખ્યું- 'થ્રોઇંગ સેશનમાં ભાગ લીધા પછી, મેં ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.'

નીરજ ચોપરાએ લખ્યું, 'મને આ પહેલાં પણ આ સમસ્યા થઈ છે. જો હું આ તબક્કે મારી જાતને દબાણ કરું તો તે ઈજામાં ફેરવાઈ શકે છે. હું સ્પષ્ટ કહું છું કે હું ઈજાગ્રસ્ત નથી, પરંતુ હું આ પહેલાં કોઈ કસરત કરવાનો નથી. ઓલિમ્પિક માટે કોઈ જ જોખમ લેવા માગતો નથી. જલદી હું સંપૂર્ણ સ્વસ્થ થઈશ, હું ચેમ્પિયનશિપમાં પરત ફરીશ. તમારા સહકાર બદલ આભાર.'

ટુર્નામેન્ટ જ્યાં રમવાની હતી ત્યાં હવે તે ગેસ્ટ હશે
નીરજ 28 મેથી ચેક રિપબ્લિકમાં યોજાનારી ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક 2024 મીટમાં ભાગ લેવાનો હતો, પરંતુ હવે તે અહીં ગેસ્ટ તરીકે જશે. 2 મહિના પછી પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ શરૂ થવાની હતી ત્યારે નીરજને ઈજા થઈ હતી. જો ઈજા ગંભીર બનશે તો ભારતની ગોલ્ડ મેડલની આશાને આંચકો લાગી શકે છે. નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો.

 

Related News