7 લાખ પરીક્ષાર્થી ધો-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા આપવા બેઠા, ધો-10નું ભાષાનું પેપર સરળ રહેતા સ્ટુડન્ટ ખુશખુશાલ
- Published By : Jago News
- Updated on : 2023-03-14 19:01:31
ધોરણ 10નું પેપર શાંતિપૂર્ણ
માહોલમાં પૂર્ણ થયું છે. ભાષાનું પેપર હોવાથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને આજે
ગુજરાતીનું તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને આજે અંગ્રેજીનું પેપર હતું.
વિદ્યાર્થીઓના મતે પેપર ખૂબ જ સરળ હતું.સંપૂર્ણ પેપર ટેક્સ્ટ બુક અને સિલેબસમાંથી
જ આવ્યું હતું.ગુજરાતી માધ્યમમાં મોબાઈલના લાભાલાભ,ગામડું બોલે છે,એકબાળ એક ઝાડ નિબંધ
હતો. જેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓએ મોબાઈલના લાભાલાભ નિબંધ લખ્યો હતો.80 માર્કસમાંથી 60 માર્ક્સ ઓછામાં ઓછા આવી
શકશે તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.
અંગ્રેજીમાં રખડતા
ઢોરનો સવાલ પૂછાયો
ધોરણ 10માં ભાષાના વિષયનું અંગ્રેજી- ગુજરાતીમાં વિષયનું પેપર સહેલું રહેતા
વિદ્યાર્થીઓ ખુશ ખુશાલ છે. અંગ્રેજી વિષયમાં રખડતા પશુઓનો મુદ્દે સવાલ પૂછાયો હતો.
રખડતા ઢોરના ત્રાસ અંગે કમિશ્નરને ફરિયાદ લખતો પત્ર લખવા પ્રશ્ન પૂછવામાં આવ્યો
છે. અંગ્રેજીમાં નિબંધ પૂછાયો 'શિક્ષણમાં ટ્યૂશન પ્રથા જરૂરિયાત કે દૂષણ'.
સ્ટુડન્ટને 70 માર્ક્સ આવે તેવો
આશાવાદ
મિલન રાઠોડ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, મારે આજના પેપરમાં 70 માર્ક્સ આવી જશે.પેપર
ખૂબ જ સરળ હતું પરંતુ લાંબુ હતું. સંપૂર્ણ પેપર ટેક્સ બુકમાંથી જ પૂછાયું હતું, બહારથી એક પણ સવાલ
પૂછવામાં આવ્યો નહતો. હવે વિજ્ઞાનના પેપરનું થોડું ટેન્શન છે.
પ્રિયાંશ શુક્લા નામના
વિદ્યાર્થી જણાવ્યું હતું કે, પેપર ખૂબ સરળ હતું. મને થોડું ગ્રામરમાં ડાઉટ હતો. પરંતુ
પેપર ખૂબ જ સરળ નીકળ્યું હતું.જેથી કોઈ પણ વિદ્યાર્થી 60થી 70 માર્ક્સ ખૂબ જ સરળતાથી
લાવી શકે છે.સંપૂર્ણ પેપર ટેક્સ બુકમાંથી જ પૂછાવવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ગુલાબ આપી પરીક્ષાર્થીઓનું સ્વાગત
અમદાવાદમાં આજે 10
વાગે ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ છે, જેને લઈને અત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા છે. હોલ ટિકિટ
ચેક કરીને વિદ્યાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. 9-30 વાગે વિદ્યાર્થીઓને પરીક્ષા
કેન્દ્રની અંદર હોલ ટિકિટ તપાસીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ દિવસ હોવાથી
અમદાવાદ કલેક્ટર તથા જિલ્લા શિક્ષિણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં
આવ્યું હતું. વિદ્યાર્થીઓની સાથે મોટી સંખ્યામાં વાલી પણ પરીક્ષા કેન્દ્ર પણ
પહોંચ્યા છે. પરીક્ષા કેન્દ્રની અંદર પરીક્ષાર્થીઓ પેપર લખી રહ્યા છે. દરમિયાન
પરીક્ષા કેન્દ્રમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.