logo

header-ad

ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય, વધુ એક એક્ટિવ થતાં મૂશળધાર વરસાદ પડશે

  • Published By : Jago News
  • Updated on : 2024-07-20 15:42:37

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો-પ્રેશર આગળ વધીને 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે, આથી એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદમાં આજે અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

અમદાવાદમાં વરસાદ હાથતાળી આપે છે
બે દિવસથી અમદાવાદમાં વરસાદ હાથતાળી આપી રહ્યો છે. હવે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે, એની સાથે બંગાળની ખાડીથી લઈને અરબ સાગર સુધી એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં બે દિવસ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આજે વધુ એક સિસ્ટમ સક્રિય થશે
શુક્રવારે શહેરમાં દિવસભર વાદળિયું વાતાવરણ રહ્યું હતું, જેને કારણે મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી જેટલો ઘટાડો થવા સાથે મહત્તમ તાપમાન 34.1 ડિગ્રી નોંધાયું હતું. હાલમાં બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો-પ્રેશર આગળ વધીને 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ શોર ટ્રફ અને શેયર ઝોન જેવી ચાર સિસ્ટમ એકસાથે સક્રિય થશે, જેની અસરથી આગામી બે દિવસો દરમિયાન અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદ પડશે.
બંગાળની ખાડીનું લોપ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે

વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ
વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે એમ જણાવી રાહત કમિશનર આલોક પાંડેએ વિગતો આપી હતી. પાંડેએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિનું SEOC ખાતેથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય તેમજ જિલ્લાકક્ષાએ 27x7 ઇમર્જન્‍સી ઓપરેશન સેન્‍ટર કાર્યરત છે. રાજ્યકક્ષાએથી જિલ્લા કલેક્ટરોને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ એનડીઆરએફની કુલ 10 ટીમ, એસડીઆરએફની કુલ 20 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત 5 એનડીઆરએફની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.

 

Related News