logo

header-ad

1983: આજે ભારતે ક્રિકેટની દુનિયામાં અશક્યને શક્ય બનાવેલું

  • Published By : Jago News
  • Updated on : 2022-06-25 14:26:01

નવી દિલ્હી25 જૂન 1983...એક એવી તારીખ જે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાયેલી છે. આ તે દિવસ છે જેના બાદ ભારતીય ક્રિકેટ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. 1980ના દાયકામાં જ્યારે ભારતીય હોકી ટીમ એસ્ટ્રોટર્ફના આગમન બાદ પોતાની ચમક ગુમાવી રહી હતી. આ સમયે 24 વર્ષીય યુવા કેપ્ટન કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ નવો ઈતિહાસ રચી રહી હતી. ભારતીય ટીમ જ્યારે વર્લ્ડ કપ રમવા ઈંગ્લેન્ડ પહોંચી ત્યારે કોઈને આશા નહોતી કે તે વર્લ્ડકપનો ખિતાબ લઈને પરત ફરશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલા 2 વર્લ્ડ કપમાં ચેમ્પિયન રહી હતી. ભારતે લો સ્કોરિંગ ફાઈનલ મેચમાં સિતારાઓથી ભરપૂર કેરેબિયન ટીમને 43 રનથી હરાવ્યું હતું. આ તે સમયનો સૌથી મોટો ઉલટફેર હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત ICC ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો.

- યશપાલ શર્મા-રવિ શાસ્ત્રીએ ભારતની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

ભારતીય ટીમે ટૂર્નામેન્ટ દરમિયાન અપેક્ષાઓ વિરુદ્ધ આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈંન્ડિયાએ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ જેવી દિગ્ગજ ટીમોને માત આપીને આગળ આવી હતી. રસપ્રદ વાત એ છે કે, ભારતીય ટીમે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને હરાવીને કરી હતી. યશપાલ શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ મેચમાં 89 રન બનાવ્યા હતા અને ભારતીય ટીમ 262 રન બનાવવામાં સફળ રહી હતી. તે સમયે મેચ 60 ઓવરની હતી. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 228 રન જ બનાવી શકી હતી. રવિ શાસ્ત્રીએ શાનદાર બોલિંગ કરતા માત્ર 26 રન આપીને 3 વિકેટ લીધી હતી.

- ઝિમ્બાબ્વેને વર્લ્ડ કપ અભિયાનમાં 2 વખત હરાવ્યું

જે રીતે ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સનસનાટી મચાવી હતી તે જ રીતે ઝિમ્બાબ્વેએ પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા જેવી શક્તિશાળી ટીમને હરાવી હતી. ભારતે ઝિમ્બાબ્વે સામે વરસાદથી પ્રભાવિત મેચમાં પ્રથમ બોલિંગ કરી અને 155 રનમાં આઉટ થઈ ગઈ હતી. ભારતે આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી. જો કે, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેને હરાવ્યા બાદ ભારત આગામી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 162 રને હાર્યું હતું.

 વેસ્ટ ઈન્ડિઝે બીજી વખત ટીમ ઈન્ડિયાને છોડ્યું નહોતું

ભારતીય ટીમ વર્લ્ડના ગ્રુપ Bમાં હતી. ભારતીય ટીમ ફરી એકવાર વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાઈ હતી. આ મેચમાં વિસ્ફોટક બેટ્સમેન વિવિયન રિચર્ડસે સદી ફટકારી હતી અને કેરેબિયન ટીમ 282 રન બનાવી શકી હતી. જવાબમાં ભારતીય ટીમ 216 રનમાં સમેટાઈ ગઈ હતી.

- ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમે સેમી ફાઈનલમાં જગ્યા બનાવી 

ઝિમ્બાબ્વે સામે લીગ સ્ટેજની બીજી મેચમાં એક સમયે ભારત 5 વિકેટના નુકસાને માત્ર 17 રનમાં જ સંઘર્ષ કરી રહ્યું હતું.  આવી સ્થિતિમાં કેપ્ટન કપિલ દેવે 6 સિક્સર અને 16 ચોગ્ગાની મદદથી અણનમ 175 રનની ઈનિંગ રમી અને ટીમનો સ્કોર 266 સુધી પહોંચાડ્યો હતો. ભારતે આ મેચ 31 રને જીતી લીધી હતી. ત્યારબાદ ભારતે ઓસ્ટ્રેલિયાને 118 રને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. સેમિફાઈનલ પહેલા ભારતે 6 મેચ રમી હતી જેમાં 4 વખત જીત મેળવી હતી.

- ભારતે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડનો ઘમંડ તોડ્યો 

સેમીફાઈનલથી જ એવી ચર્ચા જોરશોરથી થઈ રહી હતી કે, ઈંગ્લેન્ડની ટીમ ભારતને આસાનીથી હરાવશે. ઈંગ્લેન્ડ 4 વર્ષ પહેલા 1979માં વેસ્ટ ઈન્ડિઝ સામે ફાઈનલ રમ્યું હતું. આ વખતે પણ લોકોને આશા હતી કે, ફાઈનલ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જ રમાશે. તે સમયે ભારતે ઈંગ્લેન્ડની ધરતી પર ઈંગ્લેન્ડ સામે 5 મેચ રમી હતી અને દરેક વખતે તેને હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ મોહિન્દર અમરનાથના ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે ભારતે ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું.

વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 140 રનમાં ઓલઆઉટ 

ભારતીય ટીમે ફાઈનલમાં માત્ર 183 રનમાં સમેટાઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં ગોર્ડન ગ્રીનિજ, ડેસમન્ડ હેન્સ, વિવિયન રિચર્ડ્સ, ક્લાઈવ લોઈડ અને લૌરી ગોમ્સ જેવા દિગ્ગજ બેટ્સમેન હતા. કેરેબિયન ટીમ એક સમયે 2 વિકેટના નુકસાને 57 રન બનાવી ચૂકી હતી અને રિચર્ડ્સ 27 બોલમાં 33 રન બનાવીને રમ્યા હતા. આ સમયે એવું લાગી રહ્યું હતું કે, ભારત ફાઈનલ હારી જશે પરંતુ કપિલના કરિશ્માએ મેચનો પલટાવી નાંખી હતી. મદનલાલના બોલ પર રિચર્ડ્સે લેગ સાઈડ પર સિક્સર મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કપિલ દેવે પાછળની તરફ દોડીને ઐતિહાસિક કેચ પકડ્યો હતો.  રિચર્ડ્સને પકડવા કરતાં વર્લ્ડ કપ પકડવા જેવું હતું. અહીંથી શરૂ થયેલી વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સનું પતન અટક્યું નહોતું અને આખી ટીમ 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

 

Related News