10 મોટા ફેરફારોએ ભારતની તસવીર બદલી:મોર્ગન સ્ટેનલીએ કહ્યું- ભારતે સપ્લાય સાઇડ પર કામ કર્યું, એફડીઆઈ પર પણ ફોકસ
- Published By : Jago News
- Updated on : 2023-06-03 20:02:43
2014થી, ભારતે ઘણા ક્ષેત્રોમાં
નોંધપાત્ર પરિવર્તન જોયું છે. તે એશિયાઈ અને વૈશ્વિક વૃદ્ધિ માટે કી-ડ્રાઈવર તરીકે
ઉભરી આવશે. તાજેતરમાં મોર્ગન સ્ટેનલીના સંશોધન અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આજનું ભારત 2013 પહેલા જે હતો તેનાથી
ઘણો અલગ છે.
રિધમ દેસાઈ, ઈન્ડિયા ઈક્વિટી સ્ટ્રેટેજિસ્ટ, મોર્ગન સ્ટેનલીએ આ રિપોર્ટમાં લખ્યું છે કે 10 વર્ષના ટૂંકા ગાળામાં, મેક્રો અને માર્કેટ આઉટલૂક માટે નોંધપાત્ર હકારાત્મક પરિણામો સાથે, ભારતે વિશ્વ વ્યવસ્થામાં સારી સ્થિતિ પ્રાપ્ત કરી છે. રિપોર્ટમાં 2014થી ભારતમાં થયેલા 10 મોટા ફેરફારોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એશિયાના વિકાસમાં ભારત
મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે
મોર્ગન સ્ટેનલીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે આજે ભારત એશિયાના વિકાસમાં
મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવનારા
સમયમાં ભારતના કોર્પોરેટ નફામાં જબરદસ્ત ઉછાળો આવશે અને શેરનું રિ-રેટિંગ થશે.
પુન: રેટિંગનો અર્થ એ છે કે રોકાણકારો ભવિષ્યમાં વધુ કમાણીની અપેક્ષા રાખતા શેર
માટે ઊંચી કિંમત ચૂકવવા તૈયાર છે.
રિપોર્ટમાં કહેવામાં
આવ્યું છે કે છેલ્લા એક દાયકામાં જે પરિવર્તન થયું છે તેનો ફાયદો ભારતને મળશે. તે
જ સમયે, ઉભરતા બજારો માટે ભારતનો બીટા ઘટીને 0.6 થયો છે. બીટાનો ઉપયોગ
અસ્થિરતાને માપવા માટે થાય છે. લો બીટા એટલે લો વોલેટિલિટી. મોર્ગન સ્ટેનલીએ
જણાવ્યું હતું કે જીડીપીમાં નફાનો હિસ્સો તેના વર્તમાન મૂલ્ય કરતાં વધુ અથવા બમણા
પર સેટ છે.
મોર્ગન સ્ટેન્લી અપેક્ષા રાખે છે કે સરકાર દ્વારા સપ્લાય સાઇડ પોલિસીમાં કરવામાં આવેલા સુધારાને કારણે રોકાણમાં તેજી આવશે.
મોદી સરકારના 10 કામ પર ફિદા
અમેરિકા
1.
ભારતમાં કોર્પોરેટ ટેક્સને બીજા દેશોની બરાબર કરાયો
2.
કેન્દ્ર અને રાજ્યના 12થી વધુ ટેક્સ નાબૂદ કરી જીએસટી લાગૂ
કર્યો
3.
સપ્લાય સાઈડ નીતિગત સુધારો
4.
અર્થવ્યવસ્થાને ઔપચારિક બનાવી
5.
રિયલ એસ્ટેટ એક્ટ બનાવ્યો
6.
બેંકમાં ડાયરેક્ટ ટ્રાન્સફર
7.
ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ
8.
એફડીઆઈ પર ફોકસ વધાર્યુ
9.
મલ્ટીનેશનલ કંપનીઓની ભાવનાઓનો ઉલ્લેખ
10.
બુનિયાદી માળખામાં રોકાણ વધાર્યુ