logo

header-ad

1 તોલા સોનાએ ઓલટાઈમ સર્વોચ્ય સપાટી વટાવી, 73,500ની સપાટીએ પહોંચ્યું

  • Published By : Jago News
  • Updated on : 2024-04-08 19:42:15

નવી દિલ્લી: વૈશ્વિક અને એમસીએક્સ બજારમાં સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજીના સથવારે અમદાવાદ ખાતે પણ હજાર સોનું ફરી નવી રેકોર્ડ તેજીએ સ્પર્શ્યું હતું. અમદાવાદમાં હાજર સોનાની કિંમત રૂ. 500 વધી રૂ. 73500 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચી હતી. જો કે, ચાંદી રૂ. 81000 પ્રતિ કિગ્રાની સપાટીએ સ્થિર રહી હતી.

એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ. 70,999ના ભાવે ખૂલી ઉપરમાં રેકોર્ડ રૂ. 71,080ની ટોચે અને નીચામાં રૂ. 70,750ના મથાળે અથડાઈને રૂ. 349 વધી અંતે રૂ. 70,985ની કિંમતે બંધ રહ્યુ હતું. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ. 81,595ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ. 82,064 અને નીચામાં રૂ. 81,557ના મથાળે અથડાઈ, રૂ. 992 વધી રૂ. 81,855 ના સ્તરે બોલાઈ રહ્યો હતો.

વૈશ્વિક સોનું પણ રેકોર્ડ 2353.98 ડોલર પ્રતિ ઔંસની નવી ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ 2329.56 ડોલર આસપાસ ક્વોટ થઈ રહ્યું હતું. સોના-ચાંદીની કિંમતોમાં તેજી પાછળનું કારણ સેન્ટ્રલ બેન્કો દ્વારા મોટાપાયે લેવાલી છે. સેન્ટ્રલ બેન્કો જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ તેમજ ડોલરની સ્થિતિને ધ્યાનમાં રાખતાં ખરીદી વધારી છે. ચીન પણ મોટાપાયે સેફ હેવન સોના-ચાંદીની ખરીદી કરી રહ્યું છે. નિષ્ણાતો પણ ચાંદી આગામી સમયમાં રૂ. 85 હજાર પ્રતિ કિગ્રા અને સોનુંં રૂ. 75000 પ્રતિ 10 ગ્રામ થવાનો આશાવાદ આપી રહ્યા છે.